“સમય રહતે જગો સાથિયો સમય બદલને વાલા હૈ,
અસમંજસ મેં સમય ગંવાકર કાયર નહિ કહાના હૈ “
સાથીઓ વાસ્તવિક્તા શબ્દ જેટલો બોલવમાં
સરળ, સહજ લાગે છે એના કરતાં અનેક ઘણો કઠણ અને મુશ્કેલ છે. અને વાસ્તવિક્તાનો
સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કે ના તેમાંથી છટકી શકાય તેવી અનુકૂળતા
છે.
![]() |
| તંત્રી શ્રી વિનોદ ભટ્ટ, વિચારક્રાંતિ |
વાસ્તવિક્તાનો મૂળ આધાર એટલે સમય, ભૂત,
ભવિષ્ય, અને વર્તમાન સમયમાં ભંયકર યાતનાઓ, આપત્તિઓ, સંકટોમાં ઘેરાયેલો પ્રત્યેક
જીવ અભાવ, અશક્તિ અને અજ્ઞાનના સાગરમાં ડૂબેલો છે. તેમાંથી ઉગરવા હવામાં હવાતિયાં
મારે છે. પરંતુ વધતી વસ્તી, આર્થિક મંદી, ભ્રષ્ટાચાર, લૂંટફાટ, આતંકવાદ અને રાજકીય
રમતોની આંટીઘુંટીઓમાં ફસાતો જાય છે. અને અંતે આપણા હાથમાં નિરાશા, હતાશા, ગરીબી,
આત્મહત્યા, સિવાય કાંઈ જ આવતું નથી, વર્તમાન વાસ્તવિક્તા આપણી સામે જ ઉભી છે.
જેમાં મહત્વની વાત ચારેય બાજુ ચર્ચાની એરણ પર ટીપાઈ રહેલ છે. અને સત્તાને મેળવવાની
મહામારી.
શાસકીય પક્ષો અને વિરોધ પક્ષો સત્તા
મેળવવા ધર્મતંત્ર, રાજતંત્ર અને સેવાકીય સંસ્થાઓને નિશાના પર રાખતાં જ સહેજ પણ
ખચકાતાં નથી. એક બીજાની ઉપર દોષારોપણ લગાવીને વાંમણાં દેખાડવાનો ભરપુર પ્રયત્ન કરે
છે. જ્યારે સમયની ભઠ્ઠીમાં તપી રહેલ વાસ્તવિક્તા કંઈક જુદી સંભાવનાઓ લઈને જન્મ લઈ
ચુંકી છે. જેની મહત્વકાંક્ષાઓ છે શ્રેષ્ઠ વ્યક્તિ, સંગઠિત પરિવાર, સુસંસ્કૃત સમાજ
અને સમૃદ્ધ સશક્ત રાષ્ટ્ર તેમજ ઉજ્જવળ ભવિષ્યની અને સૌને સદ્દબુદ્ધિની શરણમાં જઈને
સ્વર્ગ જેવી સુખદ પરિસ્થિતિઓનું અવતરણ થાય એ જ વાસ્તવિક્તા છે.

