પીડાથી છૂટકારો આપશે વૈકલ્પિક સારવાર

7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિન. આ દિનની ઉજવણીનો ઈતિહાસ જોઈએ તો વર્ષ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા પ્રથમ વખત વિશ્વ આરોગ્ય સભાનું આયોજન થયું હતું. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સાતમી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે અને ત્યારથી આ દિવસે સમગ્ર વિશ્વમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોની ઉજવણી થાય છે.

આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક સ્તેર ઉજવાતા આ દિને સ્થાનિક સરકાર, આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી વિવિધ સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ વગેરે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.નિત્ય જીવનમાં નિયમિત બની, સ્વચ્છતા આગ્રહી બનીએ અને ખોરાક, પાણીમાં શુદ્ધતા જાળવી રાખીને મોટાપાયે રોગોથી બચી શકાય તે બાબતે સજાગતા કેળવવી તે જરૂરી છે.

 ઉર્જા મનોવિજ્ઞાન અને પેઈન મેનેજમેન્ટ

વર્તમાન સમયમાં લોકોનું ધ્યાન ઉર્જા મનોવિજ્ઞાન અને પેઈન મેનેજમેન્ટ તરફ ગયું છે. આધુનિક તબીબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યુ છે છતાં અનેક એવા અસાધ્ય રોગોને નાથવા અને નાબૂદ કરવામાં સફળતા મળી નથી. વર્તમાન સમયમાં અનેક આધુનિક દવાઓ રોગને કન્ટ્રોલ કરે છે. તેથી અમુક રોગોમાં જીવનભર દવાઓ પર આધાર રાખવો પડે છે.

આવા સંજોગોમાં વૈકલ્પિક સ્વાસ્થ્ય સારવાર તરફ સમસ્ત વિશ્વનું ધ્યાન ગયું છે. આજે મનોવિજ્ઞાનની દુનિયા બનતી જાય છે ત્યારે ઉર્જા મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય સહાયક તરીકે સામે આવ્યું છે.આ ઉર્જા મનોવિજ્ઞાન સ્વસ્થ અને શક્તિશાળી તન-મન માટે ઝડપી અને અસરકારક રસ્તાઓનું માર્ગદર્શન કરે છે. તેની ટેક્નીક્સ ઉપયોગમાં સરળ, સલામત અને ઝડપથી સારા પરિણામો આપનારી છે. ઉર્જા મનોવિજ્ઞાનને ઉર્જાનું ભૌતિકવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પ્રાકૃતિક ઉપચાર અને આધાત્મિક ઉર્જાવિજ્ઞાનનું સંયોજન મનાય છે. ઉર્જા મનોવિજ્ઞાનનો પાયોનો ઉદ્દેશ્ય માનવીય ઉર્જાનું પ્રત્યક્ષરૂપે,દિલ, મને અને શરીરનું સંતુલન સ્થાપવાનો છે.


આધુનિક મેડિકલ સાયન્સમાં પેઈન મેનેજમેન્ટ નામની નવી શાખા ઊભરી છે. જેનો ભારતમાં ધીમે ધીમે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ શાખામાં શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો પછી તે ગમે તેટલો જૂનો કેન ન હોય, પણ તેનો ઈલાજ પીડારહિત રીતે કરવામાં આવે છે. પેઈન મેનેજમેન્ટમાં સારવાર અત્તિ આધુનિક ટેક્લનોલોજીની મદદથી કરવામાં આવે છે. આ વિકલ્પોમાં દર્દીને બેભાન કરવાની કે ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી અને એ જ દિવસે સારવાર પછી રજા આપી શકાય છે. ત્રણ મહિના કરતા વધારે સમય સુધી દુખાવો ચાલુ હોય જે દરમિયાન આરામ, દવાઓ, કસરતોથી ફેર ન પડ્યો હોય તથા લાંબા સમય સુધી આરામ કરવો પોષાય તેમ ન હોય તેવા દર્દીઓને પેઈન મેનેજમેન્ટની સારવાર ઘણી ઉપયોગી છે.
BACK | TOP