ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સુખી સંપન્ન ખેડૂત સુભાષચંદ્ર ભાવાસારનું ઘર સાસ્તાપુર મુકામે આવેલું છે. પત્નિ અને ત્રણ બાળકો સાથે ચાર વિઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા સુભાષચંદ્ર અને તેમના પત્નિ મંદાબેનએ બે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી એન્જીનીયર તેમજ વકીલ બનાવવાના સ્વપ્નો સેવ્યા હતાં.બન્ને બાળકો જયમીન અને હિતેષ અભ્યાસમાં હોશિયાર પણ સાથે સાતે ઈતર પ્રવૃતિઓમાં પણ ખુબ રસ લેતા હતાં.
સુભાષચંદ્રએ જાત નિચોવી ખેતી કરી અને બાળકોને ઈત્તરવૃતિઓમાં પણ રસ લે તે માટે પૈસા અને સમય આપ્યો. પુત્ર જયમીન ધોરણ બાર પાસ થયો. તે અરસામાં ખેતરમાં થયેલ તમાકુની ખેતીમાં ભારે નુકસાન થતા આર્થિક પરિસ્થિતિમાં ભારે ફટકો પડ્યો, વેપારીઓ છેતરી ગયા,પૈસા ડુબ્યા..જયમીને અભ્યાસ અધૂરો મૂકીને માતાપિતાને આર્થિક મદદ કરવાનું તેમજ નાનાભાઈને અભ્યાસ પૂર્ણ કરાવવાનું બીડું ઝડપ્યું. ચિત્રકામના ભારે શોખીન જયમીને ફુરસદના સમયે ખેતીમાં મદદ પણ કરી. પરંતુ બે પૈસે થવામાં ખુબ તકલીફ હતી.ખેતીમાં મજા ના આવતા જયમીને અમદાવાદ ખાતે રોજના બાર કલાકની રૂપિયા 80ની નોકરી સ્વીકારી સાથે સાથે ચિત્રકામને પણ પ્રાધાન્ય આપ્યું. કોલેજ કરવાની ઉંમરે બાર કલાકની નોકરી કરી પણ પુરતો સંતોષ ન મળ્યો. કલાકારનો જીવ, પોતાનો વ્યવસાય કરવાનું વિચાર્યું.
ઓર્ડર મુજબ ચિત્રકામ દ્રારા પોસ્ટ બનાવવાનું તથા ફુરસદના સમયે ફિનાઈલ વેચવાનું માર્કેટીંગનું કામ શરૂ કર્યું. ફાવટના આવતા નરોડા પ્લાસ્ટીકની બનાવટો બનાવતી ફેક્ટરીમાં છ માસ તથા એશીયન ફૂડમાં નોકરી કરી. પરંતુ સંતોષ ના થયો. ચિત્રકામથી પૈસા મળતા ્અને શોખ સંતોષાતો હોવાથી તથા મારા ફોઈની સલાહથી ફોટોગ્રાફીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને નડિયાદ પાસે આવેલ પીપલગ ગામ નજીકની રૂડસેટ સંસ્થાનો સંપર્ક સાધી ફોટોગ્રાફીનો એક માસનો નિ:શુલ્ક કોર્ષ કર્યો સાથે સાથે પેઈન્ટીંગના રૂપિયા 100 પણ મળવા લાગ્યાં. પરંતુ જીજ્ઞાસા પુરી થતી ન હતી. રૂડસેટના ડાયરેક્ટર શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ ફોટાગ્રાફીને વ્યવસાય તરીકે સ્વીકાર્યો. શરૂઆતમાં સાત હજાર રૂપિયાની સ્થાનિક મંદિરની મદદ લઈ એફએમ 10 કેમેરો વસાવ્યો અને સાયકલ પર ઘરેઘરે જઈને ફોટા પાડવાનો વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે પ્રશંસા થવા લાગી.નામના વધી,.ગામ બહારથી પણ ઓર્ડરો મળવા લાગ્યા..લગ્ન-સંગના ઓર્ડરો પણ મળવા માંડ્યા..તેથી ગામની નજીક અલીન્દ્રા બસ સ્ટેન્ડ પાસે ભાડાની દુકાન લઈ સ્ટુડિયો ખોલ્યો.ઝડપી અને બદલાતા યુગની માંગને પહોંચી વળવા ડિઝીટલ કેમેરો વસાવ્યો. જિલ્લા ઉધો કેન્દ્રની મદદખી બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન લઈ કેનન 550 ડિ ડિઝીટલ કેમેરો પણ ખરીદ્યો. બે પૈસા દેખાવા માંડ્યા.નાનો ભાઈ પણ બી.કોમ સુધી ભણી શક્યો. લગ્ન કર્યા, હાલ ત્રણ વર્ષની દીકરી ધ્રુવી અને કુટુંબ સાથે સુખી દામ્પત્ય જીવ જીવી રહ્યાં છે. ટુવ્હીલર વસાવ્યું છે. અને હવે સવા લાખનો લેટેસ્ટ કેમેરો વસાવવાનો વિચાર છે. પોતાની ફોટોગ્રાફીથી નડિયાદ નગરપાલિકા દ્રારા યોજાતી જિલ્લાના શ્રેષ્ઠ ફોટોગ્રાફરોમાં ત્રીજુ પારિતોષિક મેળવેલ છે. જયમીન ભાઈની તસ્વીર ગુજરાત દિપોત્સવની અંક વિક્રમ સંવત 2068(વર્ષ 2012)માં પણ વુાસંતી સાંજના રૂપે (પાન નં 51)માં છપાયેલ છે.
છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડિયો ધમધોકાર ચાલે છે. આજુબાજુના 50 કિ.મીના વિસ્તારમાં એક જ સ્ટુડિયો હોવાથી, ત્વરીત કામગીરી અને બેનમૂન ફોટોગ્રાફિના કારણે ઓર્ડરને પહોંચી વળવામાં તકલીફ થાય છે. માસિક દસ હજારથી બાર હજારની આરામથી કમાઈ લેતા જયમીનભાઈએ સાઈઠ હજારની વાજપેઈ બેંકેબલ યોજનાની મળે લોનનો તથા સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારે આ વ્યવસાય સાથે ઝેરોક્ષ મશીન વસાવવું છે. જરૂરી કોમ્પ્યૂટર વસાવીને એડિટીગમાં રાજ્યકક્ષાએ નામના મેળવવી છે.
